વાંકાનેર શહેરના વિશીપરા ખાતે મંદિરની દીવાલને ટેકો દઈ બેઠેલ એક યુવકને દીવાલને ટેકો દઈ બેસવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર ઈસમોએ યુવકને લાકડી તથા ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે ચાર ઈસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાય છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી મનીષભાઈ જગદીશભાઈ ભાટીએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). કાળુભાઈ પસાભાઈ સેટાણીયા, ૨). ભૂરો સેટાણીયા, ૩). વિજયભાઈ ઘોઘાભાઇ સેટાણીયા, અને ૪). વિક્રમભાઈ વિજયભાઈ સેટાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રિના ફરિયાદી પોતાનું મજુરી કામ પુરૂ કરી ઘર તરફ આવી રહ્યો હોય,
દરમિયાન આરોપી કાળુભાઈ ફરિયાદીના માતાજીના મંદિરની દિવાલને ટેકો દઈને બેઠો હોય, જેને ટેકો દેવાની ના પાડતા, આ મામલે ઉશ્કેરાયેલા ચારેય આરોપીઓએ ફરિયાદીને લાકડીના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડતા ફરિયાદીને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જેથી હાલ આ બનાવમાં પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….