
વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે સીએસઆર પહેલ હેઠળ NHAI દ્વારા શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વઘાસિયા, ઢુવા અને જાંબુડિયા ગામની સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીનીઓમાં કુલ 19 સાયકલ વિતરણ કરવામાં આવી હતી….


આ તકે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર અજયકુમાર સ્વામી, ડીવાયએસપી સમીર સારડા, રોહિત પ્રજાપતિ (આરટીઓ) અને એચ. એ. જાડેજા (પીઆઇ) સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સુરક્ષિત મુસાફરીના મહત્વ પર ભાર મૂકી માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપ્યું હતું…



