વાંકાનેર સીટી પોલીસ ટીમના હેડ કો. યશપાલસિંહ પરમાર તથા રવિભાઈ લાવડીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે જકાતનાકા પાસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે આઇસરનો પીછો કરી વઘાસીયા ટોલનાકા પાસેથી આઇસરને રોકાવી ડુંગળીની આડમાં લઈ જવાતા રૂ. 53 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે, એક ટાટા આઇસર નં. GJ 12 BX 5679 માં સડેલી અને સારી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જઈ રહ્યો હોય, જેના આધારે જકાતનાકા પાસે પોલીસે વોચ ગોઠવી આઇસરનો પીછો કરી વઘાસીયા ટોલનાકા નજીકથી વાહનને પકડી તલાશી લેતા ડુંગળીના જથ્થા નીચેથી એવરગ્રીન વ્હીસ્કીની 750 મીલીની 4078 બોટલ અને રોયલ સિલેક્ટની 180 મીલિની 2784 બોટલ તથા રીતઝ વ્હીસ્કીના 180 MLના 656 ક્વાર્ટર, અને ડુંગળીના 80 કટા સહિત કુલ રૂ. 60,02,220 ના મુદ્દામાલ સાથે આરોપી મોહમદઉસ્માન મોહંમદઉંમર મેવુ (રહે. હરિયાણા)ની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….



