વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી 400 લિટર દેશી દારૂ ભરેલી TUV-300 કાર સાથે બે ઇસમોને 3.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીકથી પસાર થતી એક મહિન્દ્રા TUV-300 કાર નં. GJ 03 JC 6751 ને રોકી તલાસી લેતા તેમાંથી 400 દેશી દારૂ (કી.રૂ. ૮૦,૦૦૦)નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશી દારૂ, કાર તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 3,11,000 ના મુદ્દામાલ સાથે આરોપી દશરથભાઈ રમેશભાઈ કણઝરીયા (ઉ.વ. ૨૩, રહે. સમાત્પરા, તા. સાયલા) અને
શામજી ઉર્ફે વિજય સુખાભાઇ સારલા (ઉ.વ. ૨૪, રહે. નળખંભા, તા. થાનગઢ)ને ઝડપી લીધા હતા. આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય આરોપી મેરામણ ઉર્ફે રાહુલ કણઝરીયા અને સની (રહે. શનાળા)નું નામ ખુલતા ચારેય ઇસમો સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm