વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક્વાટોપ સીરામીક નામના સેનેટરી વેરના કારખાનામાં ગુરુવાર રાત્રિના નવ વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી, જેમાં પેકિંગ મટીરીયલએ આગ પકડી લેતાં જોત જોતમાં આગે વિતરણ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી ગયું હતું…..
બનાવની જાણ થતા તાત્કાલિક વાંકાનેર, મોરબી તથા રાજકોટથી બે એમ કુલ ચાર ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને સતત 12 કલાક સુધી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં આજરોજ વહેલી સવારે નવ વાગ્યાની આસપાસ આગ ઉપર ૯૦%થી વધારે કાબુ મેળવવામાં આવ્યો હોવાની વિગતો સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પાસેથી મળી રહી છે. હાલ આગને પગલે કારખાનામાં મોટી નુકસાની પહોંચી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે….