દુધ ભરાવી પરત ફરતા વાલાસણ ગામના વૃદ્ધને રસ્તામાં રોકી કારમાં આવેલા બે ઇસમોએ હુમલો કરી બેફામ માર માર્યો….
વાંકાનેરના મીતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડથી આગળ જતા દૂધ ભરાવી પરત ફરતા વાલાસણ ગામના વૃદ્ધને કારમાં આવેલા બે ઈસમોએ રસ્તામાં જ રોકી જમીનના પૈસાની લેતીદેતી મામલે ધોકા-પાઇપ વડે હુમલો કરી બેફામ મારી મારી ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વૃદ્ધની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બે ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે રહેતા ફરિયાદી હુશેનભાઈ જલાલભાઈ ખોરજીયા (ઉ.વ. ૭૪) ગઇકાલે પોતાનું વાહન લઇને અરણીટીંબા નજીક ડેરીએ દુધ આપી પરત ઘરે ફરતા હોય ત્યારે આરોપી નઝરૂદ્દીનભાઈ ગનીભાઈ બાદી (રહે. મહીકા) અને એક અજાણ્યો ઇસમ કાળા કલરની કારમાં આવી રસ્તામાં ફરિયાદીના વાહનને રોકાવી ‘ તારે જમીન લે-વેંચના પૈસા આપવા છે કે નહીં ? ‘
તેમ કહી ફરિયાદી પર ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી બેફામ મારી મારી હાથે-પગે ઈજાઓ પહોંચાડી નાશી છુટ્યા હતા, જે બાદ ઇજાગ્રત ફરિયાદીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જે મામલે હાલ વૃદ્ધની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47