વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ નજીક આવેલ કોટન મીલ સામે બાઇક લઇને સાઈડમાં ઉભેલા વૃદ્ધને અહીંથી પસાર થતાં એક ટ્રક ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાઓથી વૃદ્ધનું મોત થયું હતું, જેથી આ મામલે બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે રહેતા અબુજીભાઈ કડીવાર પોતાનું સીડી ડીલક્સ બાઇક લઇને ગામ નજીક આવેલ ઇન્ડિયન કોટન મીલ સામે રોડની સાઈડમાં ઊભેલા હોય ત્યારે અહીંથી પસાર થતાં એક ટ્રક નં. GJ 10 TY 8777 ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી અબુજીભાઈને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું હતું, જે બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઇને નાશી ગયો હોય, જેથી આ મામલે મૃતકના પુત્ર મુસ્તાકભાઈ કડીવારએ વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….