
વાંકાનેરના રાજાવડલા રોડ પર સૌપ્રથમ વખત વકાલીયા પરિવાર દ્વારા એક પ્રેરણાદાયી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો હેતુ પરિવાર તેમજ સમાજમાં શિક્ષણ, સેવા ભાવના અને ઉત્કૃષ્ટ કાર્ય માટે પ્રોત્સાહન આપવાનો હતો. સમારોહ દરમિયાન વકાલીયા પરિવારના વરિષ્ઠ સભ્યો દ્વારા પ્રતિભાશાળી યુવાનોને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા પરિવારના તમામ સભ્યો અને આમંત્રિત મહેમાનોએ પુરતો સહકાર આપ્યો હતો…..



