વાંકાનેર શહેર નજીક આવેલ વળસર તળાવ ખાતે આજરોજ સવારના સમયે એક મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે પ્લે-હાઉસની બાજુમાં નંદવાણા શેરીમાં રહેતા મીનાબેન રમેશભાઈ મઢવી (ઉ.વ. 50) નામના મહિલાને જડબાનું કેન્સર હોય, જે બિમારીથી કંટાળી જઇ આજરોજ સવારે વાંકાનેર નજીક આવેલા વડરસ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….