
મોરબી, વાંકાનેર અને હળવદ શહેરમાં સુ – વ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં 18 થી 40 વયના, 9 પાસ યુવક – યુવતીઓ અરજી કરી શકશે. આ માટે પુરુષો માટે ઉંચાઈ 5 ફૂટ 5 ઇંચ, મહિલા માટે ઉંચાઈ 5 ફૂટ, મોરબી શહેર તથા હળવદ તથા વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા / નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઈએ,


કોઈ પણ ગુન્હા નોંધાયેલા હોવા જોઈએ નહીં, આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં. 11માંથી મેળવી શકાશે. ઉમેદવારે પોતાનું ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા. 15 જાન્યુઆરી સુધીમાં સો ઓરડી રોડ કલેક્ટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં. 11 માં આપવાના રહેશે તેમ યાદીમાં જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



