વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રહી ખેતમજૂરી કરતા એક પ્રેમી યુગલે પ્રેમલગ્ન કર્યાના થોડા સમયમાં જ બન્ને વચ્ચે નાની-મોટી બાબતોમાં ઝઘડા શરૂ થયા હોય, દરમ્યાન પતિએ ‘ દાળ કેમ બગડી ? ‘ કહી ઝઘડો કરી માર મારતાં ગુસ્સા પરણિતાએ ઝેરીના પારખાં કર્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતાં સુનિતાબેન દિનેશભાઇ ડામોરએ તેના પતિ દિનેશભાઇ હરસિંગભાઈ ડામોર સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને આરોપીએ થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય, જે બાદ બંને વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડાં થતાં હોય, જેમાં આરોપીએ ફરિયાદીને ‘ રસોઇમાં દાળ કેમ બગડી ? ‘ કહી ઝઘડો કરી માર મારતાં ફરિયાદીએ ગુસ્સામાં ખેતરમાં છાંટવાની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….