વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે કુબા વિસ્તારમાં જવાના રસ્તે નાના પાસેથી પોલીસ દ્વારા બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે નીકળેલા પિતા-પુત્રને રંગે હાથ 21 નંગ વિદેશી દારૂની બોટલો તથા 48 નંગ ચપલા સહિત કુલ રૂ. ૬૯,૦૧૬ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના તિથવા ગામે કુબા વિસ્તારમાં જવાના રસ્તે નાના પાસેથી બાઈક નં.GJ 36 AG 1254 માં વિદેશી દારૂની ખેપ મારવા નિકળેલ નિમેશભાઈ ભરતભાઈ વિરસોડીયા (ઉ.વ. ૧૯) અને ભરતભાઈ રામજીભાઈ વિરસોડીયા (ઉ.વ. ૪૨, રહે. બંને હાલ તિથવા)ને 21 નંગ વિદેશી દારૂની બોટલ તથા 48 નંગ વિદેશી દારૂના ચપલા તેમજ બાઇક સહિત કુલ રૂ. 69,016 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને પિતા-પુત્ર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
આ સાથે જ વાંકાનેર સીટી પોલીસે શહેરના જીનપરા જકાતનાકા નજીકથી અમિતભાઈ ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકી (ઉ.વ. ૩૪, રહે. જીનપરા)ને એક નંગ બિયરના ટીન સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…