વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વોકળાના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 80 લીટર આથો, 10 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો અને એક બાઈક સહિત કુલ રૂ.46,600ના મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આ બનાવમાં ભઠ્ઠી ચલાવતા આરોપી મુનાભાઈ લખમણભાઈ સીતાપરા (રહે.તિથવા ધાર) તથા દરોડા દરમ્યાન નાસી જનાર એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ….
RELATED ARTICLES