Tuesday, February 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-મીતાણા રોડ પર તિથવાના બોર્ડ પાસે આસોઈ નદી પર નવા માઇનોર બ્રિજની...

    વાંકાનેર-મીતાણા રોડ પર તિથવાના બોર્ડ પાસે આસોઈ નદી પર નવા માઇનોર બ્રિજની કામગીરી શરૂ કરાઇ….

    વાંકાનેરથી મીતાણા રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પરનો કોઝવે લાંબા સમયથી જર્જરીત હાલતમાં હોય, જે મામલે અવારનવારની રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા અહીં રૂ. ૬૫૦ લાખનાં ખર્ચે નવો માઇનોર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હોય, જેના ટેન્ડર સહિતની કામગીરી બાદ હવે અહીં નવા બ્રિજ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પ્રથમ ચરણમાં ડાયવર્ઝન તૈયાર થયાં બાદ જુના પુલને તોડી નવા માઇનોર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ ડેપ્યુટી ઇજનેર દ્વારા જણાવાયું છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ચોમાસાના સમયમાં આસોઈ નદી પર પાણીનો પ્રવાહ વધી જવાથી અવારનવાર વાહનવ્યવહાર ઠપ્પ થઇ જતો હોય, જેના કારણે આ રોડ પર આવેલ તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ, વાલાસણ સહિતના ગામોના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, ત્યારે નવા બ્રિજ નિર્માણ બાદ આ સમસ્યાનો અંત આવશે તેવી આશા સ્થાનિક ગ્રામજનોએ વ્યક્ત કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!