વાંકાનેર તાલુકાના થાન રોડ ઉપર જાલી ચોકડી પાસેથી પસાર થતી એક સીએનજી રીક્ષાને પુરઝડપે માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતના બનાવમાં રીક્ષામાં બેઠેલા થાનના વતની બે મહિનાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના થાનગઢ રોડ પર જાલી ચોકડી નજીક થાન તરફથી આવતી એક સીએનજી રીક્ષાને પાછળથી પુરઝડપે માતેલા સાંઢની જેમ દોડતા અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષામાં બેઠેલા મંજુબેન ભીખાભાઇ પારધી (ઉ.વ. 55, રહે. આંબેડકનગર, થાનગઢ) અને વૃદ્ધ દાનીબેન દાનાભાઈ પરમારને ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47