વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર વિસ્તારમાંથી અરજદારોના ખોવાયેલ 1.78 લાખની કિંમતના 12 મોબાઇલ ફોન શોધી કાઢી તેમજ ચોરાયેલ 2.44 લાખની રોકડ રકમ આજરોજ ડીવાયએસપી સમીર સારડાની ઉપસ્થિતિમાં વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે અરજદારોને રૂબરૂ બોલાવી પરત કરાઇ હતી…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના કો. જગદીશભાઈ રંગપરા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરીંગ રાખી વાંકાનેર સીટી પોલીસ વિસ્તારમાંથી અલગ અલગ અરજદારોના ખોવાયેલ રૂ. 1.78 લાખની કિંમતના 12 મોબાઇલ ફોન શોધી કાઢેલ હોય તેમજ ચોરીનાં બનાવમાં અરજદારની ચોરી થયેલ 2.44 લાખની રોકડ રકમ પાછી મેળવી આજરોજ વાંકાનેર સિટી પોલીસ મથક ખાતે તેમના મુળ માલીકોને બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સમીર સારડા તથા પીઆઇ એચ. એ. જાડેજા દ્વારા પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું હતું….