Monday, February 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પર સટ્ટો રમતા એક ઇસમ ઝડપાયો.....

    વાંકાનેરમાં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પર સટ્ટો રમતા એક ઇસમ ઝડપાયો…..

    વાંકાનેર શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે, જેમાં વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન નજીક આવેલી મહાવીર સોસાયટી ખાતેથી પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે શહેરની મહાવીર સોસાયટીમાં દરોડો પાડી આરોપી જાહીદભાઇ ઇસ્માઇલભાઇ સીડા (ઉ.વ. ૩૯) નામના શખ્સને મોબાઈલ ફોન દ્વારા ટી-20 વર્લ્ડ કપમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ પર હાર-જીત તેમજ રનફેરનો સટ્ટો/જુગાર અન્ય આરોપી સલીમ વાંકાનેર વાળાને લખાવતા ઝડપી પાડી આરોપી જાહીદ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે સલીમને ફરાર દર્શાવી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!