Monday, June 2, 2025
More
    Homeમુખ્ય સમાચારટંકારાઆતુરતાનો અંત : આવતીકાલે ધો.12 સાયન્સ તથા કોમર્સ અને ગુજકેટનું પરિણામ જાહેર...

    આતુરતાનો અંત : આવતીકાલે ધો.12 સાયન્સ તથા કોમર્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાશે….

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. ત્યારે આવતીકાલે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 સાયન્સ તથા કોમર્સ અને ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ અંગે શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે…

    આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 સાયન્સ તથા કોમર્સ અને ગુજકેટના પરિણામો બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે સવારના 10:30 કલાકે જાહેર કરવામાં આવશે….

    વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!