ખોટા પરિણામોથી ભરમાશો નહીં, કારણ કે દરેક રીઝલ્ટ બાદ નંબર વન નો તાજ હંમેશા મોડર્ન સ્કૂલ પાસે જ રહ્યો છે….
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં ફરી એક વખત વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં સતત શ્રેષ્ઠ પરિણામોની પરંપરાની યથાવત રાખતાં દર વર્ષની માફક ધોરણ 12 સાયન્સમાં પ્રથમ નંબરનો રેકોર્ડ મોર્ડન સ્કૂલે યથાવત રાખ્યો છે..…
ધોરણ 12 સાયન્સમાં ગત વર્ષે મોડર્ન સ્કૂલના 97.33 ટકાના રેકોર્ડને આ વર્ષે ફરી આ જ શાળાના વિદ્યાર્થીએ તોડી વર્ષ 2025 માં 99.33 ટકા માર્ક્સ સાથે કડીવાર નિશાંત ઈલ્મુદીનભાઈ (વાલાસણ)એ સમગ્ર વાંકાનેર પંથકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે આ વિદ્યાર્થીએ અત્યાર સુધીના ઇતિહાસમાં વાંકાનેરની તમામ સ્કૂલના માર્કના રેકોર્ડને તોડી સૌથી વધુ માર્ક્સ મેળવી ઈતિહાસ રચ્યો છે….
ખાસ નોંધ :
૧). મોડર્ન સ્કૂલના વિદ્યાર્થી કડીવાર રેહબરઝા એમ. એ ગુજકેટ 2024માં ઇતિહાસના સર્વાધિક 117.50 ગુણ મેળવેલ હોય, જેનો રેકોર્ડ હજુ સુધી અંક બંધ છે…
૨). વાંકાનેરની શિક્ષણ પ્રેમી જનતાએ વિદ્યાર્થીઓના સીટ નંબર સાથે પરિણામો અવશ્ય વેરીફાઇ કરવા…