ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 82.45 % અને સામાન્ય પ્રવાહનું 91.93 % પરિણામ જાહેર…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલ ધોરણ-12 સાયન્સ તથા કોમર્સ સહિત તમામ પ્રવાહનું આજરોજ એકસાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યનું 82.45 ટકા તથા કોમર્સનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે….
ધોરણ 12-વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં મોરબી જિલ્લો 92.80 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 51.36 ટકા પરિણામ આવ્યું છે…
વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 95.33 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 94.57 ટકા પરિણામ આવ્યું છે. અને મોરબી કેન્દ્રનું 91.08 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 277 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 261 વિદ્યાર્થીઓ પાસ થયા છે…
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં બોટાદ જિલ્લો 96.40 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જયારે મોરબી જિલ્લાનું 94.91 ટકા અને રાજકોટ જિલ્લાનું 93.29 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 84.81 ટકા પરિણામ આવ્યું છે…
સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ આવ્યું છે. ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ આવ્યું છે. મોરબી કેન્દ્રનું 94.68 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા પરિણામ આવ્યું છે. વાંકાનેર કેન્દ્રમાં કૂલ 1122 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1038 વિદ્યાર્થીઓ પાસ થયા છે…