મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર ગેબી પાન સામે બાપાસીતારામ પાન દુકાન પાસેથી જાહેરમાં વરલી ફીચરના આંકડા ડાયરીમાં લખી જુગાર રમી રમાડતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવિરસિંહ જેઠવા (રહે. અમરસિંહજી મીલ કોલોની, વાંકાનેર)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 16,150 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….