વાંકાનેર તાલુકાના ઢુવા માટે રોડ પર સ્પાની જગ્યા ભાડે રાખવા મામલે બે પાર્ટીઓ વચ્ચે વાતચીત ચાલતી હોય, દરમિયાન મામલો વણસતા પિતા-પુત્રએ મળી યુવાન અને તેના કાકાને ગાળો આપી, પાઇપ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી પિતા-પુત્ર સામે એન્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર માસ સ્પા પાસે ફરિયાદી નિલેશભાઈ જયંતિભાઈ શેખવા (ઉ.વ. ૨૩, રહે. પ્રેમજીનગર, મોરબી)ના કૌટુમ્બિક કાકા ભુપતભાઇને આરોપી કાનાભાઈ કોળી સાથે સ્પા ભાડે રાખવા અંગે વાતચીત ચાલતી હોય, દરમ્યાન કોઇ મામલે બોલાચાલી બાદ બંને વચ્ચે ઝઘડો થતાં ફરિયાદી વચ્ચે પડતા આરોપી કાનાભાઈ કોળી અને તેનાં પુત્રએ ફરિયાદી તથા તેમના કાકા પર પાઇપ વડે હુમલો કરી બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઇજાઓ પહોંચાડતા આ મામલે બંને આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં બીએનએસ કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૫૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એન્ટ્રોસીટી એક્ટ કલમ-૩(૧)(આર)(એસ), ૩(૨)(પ-એ) મુજબ ગુનો નોંધાયો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/K1p38uWmpPq52mODC7etzP?mode=wwt



