ભારતમાં હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર સોમનાથ મંદિર હુમલાઓનો ભોગ બન્યા બાદ પુનઃ નિર્માણ કરી લોકોની શ્રધ્ધાને જીવંત રાખતા મંદિરના ૭૫ વર્ષ પૂર્ણ થતાં વાંકાનેરના સુપ્રસિદ્ધ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવમંદિરોમાં વિશેષ શિવપૂજા સાથે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા….


શક્તિ અને ભક્તિના પ્રતીક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર હુમલાના ૧૦૦૦ વર્ષ પુર્ણ થવા તેમજ સ્વતંત્રત્તા પછી મંદિરના પુનઃ નિર્માણ કાર્યના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તા. 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી હોય, જેમાં વાંકાનેરના શ્રી ગંગેશ્વર મહાદેવ શિવ મંદિર ખાતે ભાજપ અગ્રણીઓ દ્વારા પૂજા અભિષેક , શિવધૂન તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, મહામંત્રી દિપકસિંહ ઝાલા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….
આ સાથે જ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ભાજપ અગ્રણી ચેતનગીરી ગોસ્વામી, નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિત સોમાણી સહિત નગરપાલિકાના ચુંટાયેલ કોર્પોરેટર તથા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શિવપૂજા, મહાઆરતી તથા ધૂન-કીર્તન થકી ઉજવણી કરવામાં આવી હતી….




