ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન હળવદની તક્ષશિલા વિધાલય ખાતે યોજાયેલ હોય, જેમાં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગર્લ્સ અંડર 17 વિભાગમાં સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલની ટીમએ ફાઈનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બની હતી.
આ તકે વિજેતા ખેલાડીઓ તથા કોચ જુનેદસરને સંસ્થાના પ્રમુખ એસ. કે. પીરઝાદા તથા ટ્રસ્ટી મંડળ, શાળાના આચાર્ય તથા મોરબી જિલ્લા પ્રશિક્ષણના હેડ કોચ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી….