Thursday, February 19, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની સિંધાવદર મંડળીના સભાસદના આકસ્મિક અવસાનથી પરિવારને દસ લાખની વીમા રકમ અર્પણ...

    વાંકાનેરની સિંધાવદર મંડળીના સભાસદના આકસ્મિક અવસાનથી પરિવારને દસ લાખની વીમા રકમ અર્પણ કરાઇ….

    વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ સિંધાવદર જૂથ સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ લેનાર કાસમપરા વિસ્તારના રહેવાસી મર્હુમ આહમદ હયાત પરાસરાનું તાજેતરમાં આકસ્મિક અવસાન થતાં તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય, ત્યારે મૃતક દ્વારા મંડળીમાંથી આરડીસી બેંક મારફતે ધિરાણ લેવામાં આવેલ હોય,

    જે ધિરાણ સાથે વિમા સુવિધા જોડાયેલી હોવાથી મર્હુમના વારસદારોને વિમા દાવા તરીકે રૂપિયા દસ લાખની સહાય મંજૂર કરવામાં આવી હોય, જે રકમનો ચેક આરડીસી બેંકના ડિરેક્ટર તથા પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે મર્હુમ આહમદ હયાત પરાસરાના વારસદારોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મંડળીની વ્યવસ્થાપક બોડી, ગામના આગેવાનો તેમજ ઝોનલ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા..‌‌..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    Previous article
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!