
હિંદુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમા શહેનશાહ-એ-વાંકાનેરના ઉર્ષની પરંપરાગત ઉજવણી કરાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક હઝરત શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી પરંપરાગત રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે પણ આગામી રવિવારે ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે..…

વાંકાનેરની ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવા(રહે.) ખાતે રમઝાન ઈદના બીજા દિવસે એટલે કે રવિવારના રોજ ઉર્ષની ઉજવણીમાં સવારે 10 કલાકે હઝરત શાહબાવાના ગાદી, તકિયા અને ધોકો(અશો)ની યાદી સ્વરૂપે વિશાળ ઝુલુસ વાંકાનેરના રાજમાર્ગો પર કાઢવામાં આવશે, જે શાહબાવા દરગાહ ખાતે પુરૂ કરી ત્યા ચાદર ચડાવી સલામ બાદ ન્યાઝ વિતરણ કરવામાં આવશે. જેથી આ ભવ્ય ઉજવણીમાં તમામ અકિદતમંદોને જોડાવા ઉર્ષ કમિટી દ્વારા અપિલ કરવામાં આવી છે…





