Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ગેલેક્સી હોલ ખાતે શાહબાવા મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા પ્રથમ સમુહલગ્ન યોજાયાં....

    વાંકાનેરના ગેલેક્સી હોલ ખાતે શાહબાવા મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા પ્રથમ સમુહલગ્ન યોજાયાં….

    વાંકાનેર શહેર નજીક ગેલેક્સી હોલ ખાતે ગઇકાલ રવિવારે શાહબાવા મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને સેવા ભાવનાથી ભરપૂર પ્રથમ સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારોની ત્રણ દીકરીઓના નિકાહ સન્માનપૂર્વક સંપન્ન કરાવવામાં આવ્યા હતા….

    આ સમુહલગ્ન અંતર્ગત સમાજના દાતાઓના સહયોગથી દરેક દીકરીને કુલ ૯૭ વસ્તુઓ કરીયાવરમાં ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં ઘરગથ્થુ ઉપયોગની જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલથી દીકરીઓના નવા જીવનની શરૂઆત સરળ બને તે હેતુ રાખવામાં આવ્યો હતો…

    આ કાર્યક્રમ દરમિયાન નિકાહની ધાર્મિક વિધિ શાંતિપૂર્ણ અને સન્માનભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તથા મહેમાનો હાજર રહી નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    ( આ સમુહલગ્ન આયોજનને શાહબાવા ટ્રસ્ટ સાથે કોઇ લેવાદેવા નથી )

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!