કોલેજના ત્રણ વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીની નેશનલ લેવલે પસંદગી કરાઇ…
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઇન્ટર કૉલેજ યોગ સ્પર્ધા યોજાઇ હોય જેમાં વાંકાનેરની દોશી કૉલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં કોલેજની બહેનોની ટીમ ચેમ્પિયન થઈ હતી, જ્યારે ભાઇઓની ટીમમાંથી એક વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે જ કોલેજમાંથી ગોલ્ડ મેડલ મેળવનાર ૧). વસાણીયા તુષાર દીપકભાઈ તથા ૨). ખખ્ખર મહેક અજયભાઈ, ૩). ડાભી અસ્મિતા અશોકભાઈ અને ૪). ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈની નેશનલ ટીમમાં પસંદગી કરવામાં આવી છે, જે ચારેય વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નેશનલ લેવલે બેંગ્લોર મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t