વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે પૈસાની લેતી દેતી મામલે ગાંગીયાવદર ગામના ખેડૂતને રસ્તામાં ઉભાં રાખી બાઇક પર બેસાડી સીમમાં વાડીના રસ્તે લઈ જઈ ત્રણ ઈસમોએ હુમલો કરી માર મારી ટાંટિયા ભાંગી નાખતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના ખેડૂત ધીરૂભાઈ લખમણભાઈ ધરજીયા (ઉ.વ. ૫૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા (રહે. ત્રણેય સરધારકા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને આરોપીઓ સાથે એક વર્ષ પૂર્વે પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થયો હોય, જેનો ખાર રાખી ફરિયાદી તેમના કાકા સાથે બાઇક પર ગાંગીયાવદરથી વાંકાનેર જઈ રહ્યા હોય, ત્યારે રસ્તામાં સરધારકા ગામે આરોપીઓએ ફરિયાદીને ઊભા રાખી બાઈક પર બેસાડી ગામની સીમમાં લઈ જઈ લાકડી વડે બેફામ માર મારી પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….