Saturday, April 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-રાજકોટ : સણોસરા ગામના સરપંચ ડો. નફીસાબેન શેરસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી...

    વાંકાનેર-રાજકોટ : સણોસરા ગામના સરપંચ ડો. નફીસાબેન શેરસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી તરીકે વરણી….

    ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં રાજકોટ જિલ્લાના સણોસરા ગામના સરપંચ અને વ્યવસાયે તબીબ એવા ડો. નફીસાબેન શેરસીયાની ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ મંત્રી તરીકે મહત્વની નિમણૂક કરવામાં આવી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર ડો. નફીસાબેન શેરસીયા છેલ્લા દસ વર્ષથી સણોસરા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે, સાથે જ તેમનો પરિવાર 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ છે. ડો. નફીસાબેનના પતિ યુનુસભાઈ શેરસીયા લાંબા સમયથી ભાજપમાં સક્રિય રહીને દસ વર્ષ સુધી રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

    ત્યારે ડો. નફીસાબેન અને યુનુસભાઈ શેરસીયાની પક્ષ પ્રત્યેની નિષ્ઠા, લાંબા સમયની કામગીરી અને લોકચાહનાને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી તેમજ મોવડી મંડળ દ્વારા વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે ડો. નફીસાબેન શેરસીયા પર વિશ્વાસ મૂકીને તેમને લઘુમતિ મોરચામાં પ્રદેશ મંત્રી જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે…

    આ નિમણૂક બદલ ડો. નફીસાબેન શેરસીયા અને તેમના પરિવારે પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પક્ષે મૂકેલા વિશ્વાસને સાર્થક કરી તેઓ આ નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી આશા સાથે, સ્થાનિક આગેવાનો, સમર્થકો અને કાર્યકરો દ્વારા તેમને સતત શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!