રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ સ્પર્ધા યોજાયેલ હોય, જેમાં વાંકાનેરની દોશી કૉલેજની ભાઈઓ તેમજ બહેનોની બંને ટીમો વિજેતા બની છે. આ સાથે જ દોશી કૉલેજના ૪ ભાઈઓ અને ૨ બહેનો એમ કુલ ૬ વિદ્યાર્થીઓની નેશનલ લેવલે ઓડીસા ભુવનેશ્વર ખાતે યોજાનાર સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે….
નેશનલ કક્ષાએ દોશી કોલેજના વિદ્યાર્થી ૧). યાદવ મિલનકુમાર રાજુભાઈ (ગોલ્ડ), ૨). સરવૈયા આનંદ કનૈયાભાઈ (સિલ્વર), ૩). વસાણીયા તુષાર દીપકભાઈ (બ્રોન્ઝ), ૪). ગોસ્વામી મેહુલવન અમરવન, ૫). ખખ્ખર મહેક અજયભાઈ (બ્રોન્ઝ) અને ૬). ડાભી અસ્મિતાની પસંદગી કરવામાં આવી છે. જે તમામ વિદ્યાર્થીઓને રમત-ગમતના અધ્યાપક ડૉ. વાય. એ. ચાવડા, કૉલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે જ ભાઈઓની વિજેતા ટીમમાં યાદવ મિલનકુમાર રાજુભાઈ, સરવૈયા આનંદ કનૈયાભાઈ, વસાણીયા તુષાર દીપકભાઈ, ગોસ્વામી મેહુલવન અમરવન, સાપરા કૌશિક ગોપાલભાઈ અને ડાભી સુરેશ મનસુખભાઈ તેમજ બહેનોની વિજેતા ટીમમાં ધુલેટીયા કિરણ કિશોરભાઈ, ખખ્ખર મહેક અજયભાઈ, પરમાર કોમલ ગોરધનભાઈ, ડાભી અસ્મિતા અશોકભાઈ, મુંધવા પાયલ રૂડાભાઈ અને થુલેટીયા રેણુકા ભુપતભાઈએ ભાગ લીધો હતો….