Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ...

    વાંકાનેર શહેર ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભા યોજાઇ…..

    વાંકાનેર શહેરની પટેલ વાડી ખાતે આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સવિશેષ ઉપસ્થિતિમાં વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોને ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસને સહયોગ આપવા તથા તેની સામે અવાજ ઉઠાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો….

    આ જન સંપર્ક સભામાં નાગરિકોને વિવિધ સરકારી બેંકો, સહકારી સંસ્થાઓ તેમજ નિયમાનુસાર નાણા ધિરધાર કરતી સંસ્થાઓ તરફથી નાણાંની જરૂરિયાત સમયે લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓ તેમજ અલગ અલગ પ્રકારની લોન વિશે માહિતી આપી નાણાંની જરૂરિયાત સામે તેનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ આ તકે વાંકાનેર વિસ્તારમાં નિયમાનુસાર લોન મેળવનાર કુલ 38 લાભાર્થીઓને રૂ. 7.25 કરોડની લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા…

    આ તકે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નાગરિકોને ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃત્તિને અટકાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી સમીર સારડા તથા પી. એ. ઝાલા, વાંકાનેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ વિવિધ પ્રકારની લોન આપતી સરકાર તથા ખાનગી/સહકારી બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!