
એક વ્યક્તિના અંગત લાભ માટે આઠ દિવસમાં ચાર વખત વિજ ચેકીંગ : પીજીવસીએલની કામગીરી પર ખેડૂતો રોષે ભરાયાં….
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે કાયદેસરના વિજ જોડાણમાંથી પાવર મેળવી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે નદીમાંથી પાણી મેળવવામાં આવતું હોય, ત્યારે ખેડૂતોના આ દેડકાઓ પીજીવીસીએલ દ્વારા જપ્ત કરાયાના ગંભીર આક્ષેપોને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા આઠ દિવસ દરમિયાન પીજીવીસીએલની ટીમોએ ચાર વખત વિજ ચેકિંગ કરી એક વ્યક્તિના અંગત લાભ માટે કાયદેસર લાઈટ બિલ ભરતા અનેક ખેડૂતોને હેરાન પરેશાન કર્યા છે….

રાતીદેવરી ગામે આસોઇ નદીમાંથી ખેડૂતો દેડકાઓ મારફતે સિંચાઈ માટે પાણી ઉપાડતા હોય, ત્યારે પીજીવીસીએલની ટીમોએ નદી વિસ્તારમાં દરોડા પાડી ખેડૂતોના દેડકાઓ ઉઠાવી લઈ ગયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, તેઓ નિયમિત રીતે વીજ બિલ ભરી પાવરનો ઉપયોગ કરતા હોય, છતાં પણ ગેરરીતે કાર્યવાહી કરવામાં આવી છે…
આ ઘટનાને લઈ આજે મોટી સંખ્યામાં ખેડૂતો વાંકાનેર પીજીવીસીએલ ડિવિઝન કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, ખેડૂત આગેવાનો તેમજ ગામના ખેડૂતો હાજર રહી કડક રજૂઆતો કરી હતી…

બીજી તરફ પીજીવીસીએલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ખેડૂતોના ખેતર સિવાય બહાર વીજ પાવરનો ઉપયોગ થતો હોવાથી દેડકાઓ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં ફક્ત એક જ ગામને નિશાન બનાવી એક વ્યક્તિના અંગત લાભ માટે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના સ્પષ્ટ આક્ષેપો થતાં સમગ્ર વાંકાનેર પંથકમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



