
વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી નવા કોમ્યુનિટી હોલનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલાનું સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહીતના ગ્રામજનો દ્વારા સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું…


આ સાથે જ વાંકાનેર તાલુકાના રાતાવિરડા-વિરપર વચ્ચે ચાલતા નવા સીસી રોડની ચાલુ કામગીરીનું સાંસદ સભ્ય કેશરીદેવસિંહ ઝાલા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી…




