વાંકાનેર તાલુકાના જોધપર ગામનો યુવાન રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં પ્લમ્બિંગ કામ માટે ગયો હોય, ત્યારે પ્લમ્બિંગ કામ દરમિયાન ઉપરથી પસાર થતી હેવી વિજ લાઇનને અડી જતા યુવાનને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, જેમાં તેનું કરૂણ મોત થયું હતુ, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાસીરભાઈ અબ્દુલભાઈ ખોરજીયા (ઉ.વ. ૨૮) નામનો યુવાન રંગપર ગામની સીમમાં આવેલ સ્પુનવેબ નામધા કારખાનામાં પ્લમ્બિંગ કામ માટે ગયો હોય, દરમ્યાન લોખંડની સીડી ફેરવતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વિજ લાઇનને સીડી અડી જતા યુવાનને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, જેમાં તેનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….