પોલીસ સમક્ષ આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા સમસ્ત ખેડૂત સમાજની માંગ….
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલ બુધવારે સાંજના સમયે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે બોલાચાલી બાદ માલધારીઓના ટોળાએ ખેડૂતના ખેતરમાં આવી લાકડી, પાઇપ, ધારીયા સહિતના જીવલેણ હથિયારો વડે હિંચકારો હુમલો કરવામાં આવ્યો હોય, જેમાં પાંચથી વધારે ખેડૂતોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જેના કારણે સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હોય, ત્યારે આ મામલે મોડી રાત્રિના 17 જેટલા ઈસમો વિરુદ્ધ આકરી પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

આ બનાવમાં ફરિયાદી અલ્તાફભાઈ હુસેનભાઇ માથકીયા (ઉ.વ. ૪૨)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). છગનભાઇ હીરાભાઇ ગીંગોરા, ૨). છગનનો દીકરો, ૩). ગોપાલભાઇ સીધાભાઇ ગીંગોરા, ૪). છેલાભાઇ સીધાભાઇ ગીંગોરા, ૫). મંગાભાઇ હીરાભાઇ ગીંગોરા, ૬). વિષ્ણુભાઇ મોનાભાઇ મુંધવા, ૭). વીરમ જેમાભાઇ મુંધવા, ૮). ભુપતભાઇ ગેલાભાઇ મુંધવા, ૯). નારૂભાઇ સામતભાઇ મુંધવા, ૧૦). સંજયભાઇ ભગાભાઇ મુંધવા, ૧૧). મયાભાઇ રૈયાભાઇ ડાભી, ૧૨). ભાવેશભાઇ ગેલાભાઇ મુંધવા, ૧૩). રવીભાઇ ગેલાભાઇ મુંધવા, ૧૪). પ્રવીણભાઇ છેલાભાઇ મુંધવા, ૧૫). વિહાભાઇ પુનાભાઇ મુંધવા, ૧૬). નવધણભાઇ પુનાભાઇ મુંધવા અને ૧૭). મોનાભાઇ ભુવાનો ભાણેજ (રહે.બધા રાણેકપર તા.વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી નં. ૦૧ અને ૦૨ એ ફરીયાદીની વાડીમાં અપપ્રવેશ કરી તેના માલઢોર કપાસના પાકમાં ચરાવી ભેલાણ કરી બોલાચાલી કરી,

બાદમાં તમામ આરોપીઓએ એક સંપ કરી પ્રાણ ધાતક હથીયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદોને ભુંડા બોલી ગાળો આપી ધારીયા, લોખડના પાઇપ તેમજ લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી માર મારી ઈજાઓ પહોંચાડી હોય, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨-૩), ૩૨૯(૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા ગુજરાત પંચાયત અધીનીયમ-૧૯૯૩ કલમ-૧૮૩(૧) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….



