જામનગર ઇન્ટરસીટી ટ્રેન બે દિવસ માટે રદ કરાઇ…: બીજી કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા….
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે….
👉🏻 રાજકોટ ડિવિઝનમાં રદ કરાયેલી ટ્રેનો…
1) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 30.11.2024 અને 01.12.2024 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.12.2024 અને 02.12.2024 ના રોજ રદ રહેશે….
👉🏻 આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો…
1) ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે 01.12.2024 અને 02.12.2024ના રોજ આંશિક રીતે રદ રહેશે….
2) વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે 30.11.2024 અને 01.12.2024ના રોજ આંશિક રીતે રદ રહેશે…
👉🏻 ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો…
1) 01.12.2024 ના રોજ, ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામને બદલે ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગાંધીનગર કેપિટલ- મહેસાણા-વિરમગામ થઈને દોડશે….
જેથી આગામી ત્રણ દિવસમાં ઉપર મુજબની ટ્રેનોમાં મુસાફરી કરવા માટે આયોજન કયેલા મુસાફરોએ અગાઉથી આયોજન કરી મુસાફરી માટે આયોજન કરવા રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા જનહિતમાં જણાવાયું છે….