રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ વાંકાનેરના ૨૫-વારીયા વિસ્તારમાં રહેતા પાકા કામના કેદી (આરોપી) જે ફર્લો રજા પર બહાર આવેલ હોય અને ફર્લો રજા પુરી થયા બાદ જેલમાં પરત હાજર નહીં થનાર આરોપીને વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ૨૫-વારીયા ખાતેથી ઝડપી પાડી પુનઃ જેલ હવાલે કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાં નાસ્તા ફરતા તથા પેરોલ-ફર્લો જંપના આરોપીઓને પકડી પાડવા વાંકાનેર સીટી પોલીસ ટીમ સક્રિય હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામના કેદી શાહરૂખભાઇ શબ્બીરભાઇ દરજાદા (રહે. ૨૫ વારીયા, વાંકાનેર) જે ફર્લો રજા પર બહાર આવેલ હોઇ અને ફર્લો રજા પુર્ણ થતા જેલમાં હાજર થયેલ ન હોય અને ફરાર હોઇ જે પાકા કામના કેદીને પોલીસે પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm