રાજકોટના શક્તિનગર ખાતે રહેતા વનીતાબેન અમીતભાઈ દાણીધારીયાએ વર્ષ ૨૦૨૨ માં રાજકોટ મહીલા પોલીસમાં તેમના પતિ અમીતભાઈ ગોવિંદભાઈ દાણીધારીયા, સસરા ગોવિંદભાઈ જદુરામ દાણીધારીયા, સાસુ ગીતાબેન ગોવિંદભાઈ દાણીધારીયા, કમલભાઈ ગોવિંદભાઈ દાણીધારીયા અને માલતીબેન કમલભાઈ દાણીધારીયા વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવેલ હોય,
જેમાં આરોપીએ ફરિયાદીને લગ્ન બાદ શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપી મારકુટ કરેલ હોવાનું જણાવેલ, જે કેસ નામદાર રાજકોટના મહે. ૦૬ એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે. વી. પરમાર સાહેબની કોર્ટમાં ચાલી જતાં આ કેસમાં આરોપી તરફેના વકીલ કલ્પના એસ. બજાણીની દલીલ તેમજ રજૂ કરેલ પુરાવાઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47