વાંકાનેરના રાજા પેટ્રોલીયમના ભાગીદાર મહંમદસોયેબ યુનુસભાઈ શેરસીયાએ વાંકાનેર કોર્ટમાં આરોપી સાટીયા હરી દેવા (રહે. મોરથળા, તા. ચોટીલા) સામે ફરિયાદ કરેલ કે, ફરીયાદીના પેટ્રોલ પંપમાંથી આરોપીએ કુલ રૂ. ૧૧,૭૭,૮૨૦ની ડીઝલની બાકીમાં ખરીદી કરેલ હોય જેની ફરીયાદી પેઢીએ વારંવાર માંગણી કરતા આરોપી ફરીયાદીને હેરાન કરતા હોય અને રકમ આપતાં ન હોય,
જેથી ફરીયાદીએ બાકી રકમ વસુલવા ચેકની માંગણી કરતા આરોપીએ ડીઝલની રકમ ચુકવવા તેના ખાતાના બે ચેકથી કુલ રૂ. ૧૧,૭૭,૮૨૦ ફરીયાદીને ચુકવવા આપેલ જે બંને ચેક રીટર્ન થતાં ફરિયાદીએ વાંકાનેર કોર્ટમાં કેસ કરતાં નામદાર કોર્ટે ફરિયાદી રાજા પેટ્રોલીયમના સીનીયર વકીલ એસ. વી. પરાસરા, એસ. કે. પીરઝાદા તથા એ. વાય. શેરસીયાની દલીલ અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપી સાટીયા હરી દેવાને તકસીરવાન ઠરાવી બે વર્ષની સખત કેદની સજા તથા ચેકની બમણી રકમ રૂ. ૨૩,૫૪,૦૦૦ નો દંડ ચુકવવા હુકમ કર્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA