ત્રણ માસથી રોડ વચ્ચે તુટેલ ભુગર્ભ ગટરનું ઢાંકણું પાલીકા તંત્રને નજરે ન ચડ્યું ?
વાંકાનેર શહેરના સતત ધમધમતા એવા પ્રતાપ રોડ પર ભમરીયા કુવા નજીક ગતરાત્રિના અચાનક ભૂગર્ભ ગટરના ઢાંકણા પાસે રોડ બેસી જતા મસમોટો ભુવો સર્જાયો છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અડધો રોડ બ્લોક થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે….
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ભમરીયા કુવા નજીક જ છેલ્લા ત્રણ માસથી ભૂગર્ભ ગટરનું એક ઢાંકણું તૂટેલી હોય, જેને પણ આજ દિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા બદલાવવામાં આવેલ નથી, ત્યારે બાજુમાં જ ભુગર્ભ ગટરની કુંડી પાસે ગતરાત્રીના રોડ બેસી જતા મસમોટો ભુવો સર્જાયો છે, જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીની સાથે ગંભીર અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે, તેમજ રોડ વચ્ચોવચ મસમોટા ભુવાના કારણે અડધો રોડ બ્લોક થતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે….
છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીનો જર્જરીત પુલના બંધ થવાથી શહેરમાં ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે, ત્યારે જ અહીં સતત ધમધમતા પ્રતાપ રોડ પર મસમોટો ભુવો સર્જાતા ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઇ છે, જેથી આ મામલે તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા અહીં મરામત કામગીરી હાથ ધરી રોડ વચ્ચે સર્જાયેલ આ ભુવાની યોગ્ય પુરાણ કામગીરી હાથ ધરી ભૂગર્ભ ગટરના તુટેલા ઢાંકણાને બદલાવી વાહન વ્યવહાર પુર્વરત કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t