વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં આવેલા મહમદ આહમદભાઇ ખોરજીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતાં પરણિતા મહિલાએ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે….
આ બનાવમાં મૃતક મંજુલાબેન રાજેશભાઇ ઉર્ફે વિશાલભાઇ નાયકા (ઉ.વ. ૪૦, મુળ રહેવાસી નાનસલાઇ, જી. મહીસાગર) ને રસોઈ બનાવવા બાબતે તેના પતિએ ઠપકો આપતાં આ વાતનું લાગી આવતા મંજુલાબેનએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દવા પી લીધા બાદ તેમની તબિયત લથડતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt






