ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ થાય તે હેતુથી રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ગામડાઓમાં રાત્રી સભા યોજતા હોય, જે અંતર્ગત ગઇકાલે વાંકાનેરના પીપળીયા રાજ ગામે મોરબી જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીની અધ્યક્ષતામાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદા સહિતના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહી ગામના નાગરિકોના પ્રશ્નો સાંભળી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી….
આ તકે કલેકટર દ્વારા પીપળીયા રાજ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 21 દિવસથી ઘરે-ઘરે જઈને વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતી આપી, ફોર્મ ભરી, લોકોને વાસ્તવિક લાભ મેળવવા મદદરૂપ થવા જે કામગીરી ચાલી રહી હોય, તેને બિરદાવવામાં આવી હતી….