Sunday, August 3, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે નવા પીએચસી સેન્ટરના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું....

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે નવા પીએચસી સેન્ટરના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું….

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે ગઇકાલે શનિવારે સાંજે નવા પીએચસી સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ પતિ ઈલ્મુદીનભાઈ દેકાવાડીયા‌ તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું….

    અત્રે ઉલ્લેખનીય છે કે, પીપળીયા રાજ ગામ વાંકાનેર તાલુકાના મોટા ગામો પૈકીનું એક હોય, જેમાં અત્યાર સુધી આરોગ્ય કેન્દ્ર માટે કોઇ બિલ્ડીંગ ન હોવાથી આરોગ્ય સુવિધા પ્રાથમિક શાળાના ઓરડામાં કાર્યરત હોય, ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા આ વિસ્તારના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે રૂ. 1.17 કરોડના ખર્ચે નવું પીપળીયા રાજ પીએચસી સેન્ટર અરણીટીંબાના બોર્ડ પાસે મંજૂર કરતાં પીપળીયા રાજ અને આજુબાજુના નવ ગામોના લોકોને અહીંથી તમામ આરોગ્ય સુવિધા આગામી દિવસોમાં મળી રહે તે દિશામાં કાર્ય શરૂ કરવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!