વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે છેલ્લા દસ વર્ષથી સરપંચ પદે ચુંટાતી પેનલના સામા પ્રવાહમાં તાજેતરમાં જ ગામમાં યોજાયેલ પેટાચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક ક્ષેત્રે સક્રીય રહી જનસેવા કરતાં ઈલ્મુદીનભાઈ દેકાવાડીયાના પત્ની રીઝવાનાબેન દેકાવડીયા સરપંચ પદે રેકોર્ડ બ્રેક 239 મતોથી વિજય થતા જ નવનિર્વાચિત સરપંચનું ઠેર ઠેર સમગ્ર વાંકાનેર પંથકમાં સહકારી, સામાજિક તથા રાજકીય આગેવાનો અને સામાન્ય નાગરિકો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે, જે ઈલ્મુદીનભાઈએ પોતાના સેવાકાર્યોથી મેળવેલ લોકચાહના અને દરેક ક્ષેત્રમાં તેમને કેળવેલા સંબંધોની આભારી છે….
આ તકે આજરોજ વાંકાનેર મુસ્લિમ સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ, પંચાસીયા ગામના આગેવાનો, પીપળીયા રાજના આગેવાનો, માલધારી સમાજ, કોળી સમાજ અને દલિત સમાજના આગેવાનોએ સાથે મળી નવનિર્વાચિત સરપંચ પતિ ઈલ્મુદીનભાઈ દેકાવાડીયાનું ફૂલહારથી સન્માન કર્યુ હતું…
આ તકે ઈલ્મુદીનભાઈ દેકાવાડીયા દ્વારા ગામના સર્વાંગી વિકાસ અને સમાજમાં ભાઈચારા તેમજ એકતા માટે સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનું વચન આપી તેમની સક્રિય લોકસેવાને આગળ ધપાવવા તત્પરતા દાખવી હતી….