વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની પ્રાથમિક શાળામાં ઓરડાની અછત હોય, ત્યારે એસ.એસ.એ કચેરી તરફથી પાંચ નવા ઓરડા મંજુર થતા શનિવારે સાંજે આ નવા ઓરડાના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, TPEO કીશોરભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય ઈસ્માઈલભાઈ બાદી,
તાલુકા પંચાયત સદસ્ય હુસેનભાઈ શેરસીયા, સરપંચ ઈલ્મુદીનભાઈ દેકાવાડીયા, પુર્વ સરપંચ ગનીભાઈ દેકાવાડીયા, ઉસરપંચ રસુલભાઈ ભોરણીયા, હનીફભાઇ કડીવાર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ તકે શાળા પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ગ્રામજનોમાં રોપા વિતરણ કર્યા હતા…