Thursday, February 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં PGVCLની મેગા ડ્રાઈવ : રહેણાંક, ખેતીવાડી તથા ઔધ્યોગિક સહિત 387...

    વાંકાનેર પંથકમાં PGVCLની મેગા ડ્રાઈવ : રહેણાંક, ખેતીવાડી તથા ઔધ્યોગિક સહિત 387 જેટલા કનેક્શનો કપાયાં….

    ડિશ કનેકશન ડ્રાઇવ દરમિયાન સમગ્ર પંથકમાં 39 ટીમો મેદાને ઉતરી….

    વાંકાનેર શહેરની પીજીવીસીએલ ડિવિઝન ઓફિસની ગાઈડલાઈન અને સૂચના અનુસાર આજરોજ 25 ફેબ્રુઆરીએ શહેર તથા તાલુકામાં રહેણાંક, ખેતીવાડી તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિતના ગ્રાહકોના બાકી વિજ બિલ ધરાવતા 1251 કનેક્શન માટે વીજ તંત્ર દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીજીવીસીએલ ટીમો દ્વારા તપાસ હાથ ધરી વીજ બિલ ન ભરતા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી….

    બાબતે પીજીવીસીએલ વિભાગ પાસેથી આપેલી માહિતી મુજબ વાંકાનેર પંથકમાં ગ્રામ્ય-1, ગ્રામ્ય-2, શહેર પેટા વિભાગ તથા ઢુવા ઈન્ડસ્ટ્રીઝ પેટા વિભાગની રિકવરી અને ડિસક્નેક્શન માટે સવારે 39 જેટલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ડ્રાઈવ અંતર્ગત કુલ 78.78 લાખનાં બાકી બીલ ધરાવતા 1251 જેટલા કનેક્શન ટાર્ગેટ કરવામાં આવ્યા હતા…

    આ ડ્રાઇવર દરમિયાન સવારથી સાંજ સુધીમાં કુલ 387 વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જેમાં ૩૮૭ ગ્રાહકોનાં વીજ જોડાણ જેની બાકી રકમ ૨૮.૫૭ લાખ કાપવામાં આવેલા છે. મેગા ડ્રાઇવની અસરને કારણે વીજ જોડાણ કપાઈ એ પહેલા ૬૦૧ ગ્રાહકોએ બીલ રકમ ૩૨.૧૮ લાખ ભરપાઈ કરી આપેલ તેમજ કપાઈ ગયેલા ૪૬૪ ગ્રાહકો પાસેથી વીજ બીલની બાકી રકમ ઊપરાંત વીજ જોડાણ પુનઃ જોડાણ ચાલુ કરવા પેટે રીકનેક્શન ચાર્જ પેટે ૬૯,૦૦૦ ની વસુલાત કરવામાં આવેલ હતી. વધુમાં, વીજ તંત્રની ડિસકનેક્શનની આ કામગીરી આગામી 31મી માર્ચ સુધી ચાલુ રહેશે તેમ સૂત્રોએ જણાવાયું છે. આ ડ્રાઇવ દરમિયાન શહેરી વિસ્તારોમાં રહેણાંકના 61 કનેક્શન, કોમર્શિયલ 9 કનેક્શન, તાલુકા વિસ્તારમાં રહેણાંકના 230, ખેતીવાડીના 35 કનેક્શન તથા ઇન્ડસ્ટ્રીયલ 27 કનેક્શન કાપવામાં આવ્યા હતા…

    ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હોવાથી છેલ્લા એક અઠવાડિયામાં કુલ 3.04 કરોડ રૂપિયા ગ્રાહકોએ બાકી બિલ પેટે જમા કરાવ્યા હતા, જે ઐતિહાસિક આંકડો છે. તંત્ર દ્વારા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે દર મહિને જ્યારે બિલ આવે ત્યારે સમયમર્યાદામાં બિલની ચૂકવણી કરવામાં આવે તે આવકાર્ય છે. આજરોજ યોજાયેલ ડ્રાઈવમાં ઈનચાર્જ કાર્યપાલક ઇજનેર આઈ. એમ. મોડ, નાયબ ઇજનેર એન. ડી. પટેલ, એચ. એચ. પટેલ , એ. પી. પનારા, કે. જે. કૈલા, ડી. જે. મનાત તેમજ કચેરીના આવક વિભાગના વડા મીનાક્ષીબેન કટારા સહિતનાઓ જોડાયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!