Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં મેળાના મેદાન નજીકથી આઠ બોટલ વિદેશી દારૂ સાથે...

    વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં મેળાના મેદાન નજીકથી આઠ બોટલ વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો…

    વાંકાનેર સિટી પોલીસ ટીમના પેડક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મેળાના મેદાન પાસે પહોંચતા ત્યાંથી થેલા સાથે એક યુવાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકી તલાશી લેતા તેની પાસેથી નાની-મોટી આઠ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની વિદેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેડક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મેળાના મેદાન નજીકથી શંકાસ્પદ થેલા સાથે પસાર થતા આરોપી હરિકૃષ્ણભાઈ મહેશભાઇ મકવાણા (ઉ.વ. ૧૯, રહે. પેડક)ને રોકી તલાશી લેતા તેની પાસેથી ઓલ્ડ મોન્ક ૭૫૦ ml વિદેશી દારૂની 02 બોટલો તથા મેકડોવેલ નં. ૧ વ્હીસ્કી ૧૮૦ ml ની 06 બોટલ(ચપલા) મળી આવતાં પોલીસે કુલ રૂ. 1400 ના મુદ્દામાલ સાથે આરોપી અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!