Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પેડક નજીક વાડી વિસ્તારમાં રહેતા માનસિક બિમાર આધેડ ઘરેથી નિકળી ગયા...

    વાંકાનેરના પેડક નજીક વાડી વિસ્તારમાં રહેતા માનસિક બિમાર આધેડ ઘરેથી નિકળી ગયા બાદ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો…

    વાંકાનેર શહેરના પેડક નજીક આવેલ વાડી વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં પેડક વાડી વિસ્તારમાં રહેતા માનસિક બિમાર આધેડ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગયા હોય, જે બાદ ગઇકાલે નજીકમાં આવેલ વાડીના કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક નજીક ગાત્રાળ રોડ પર વાડી વિસ્તારમાં રહેતા કરશનભાઇ બેબાભાઇ સોલંકી (ઉંમર ૪૭) છેલ્લા બે-ચાર દિવસથી કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હોય, જેઓ માનસિક બીમારીથી પીડાતા હોય તેમજ ભિક્ષાવૃત્તિ કરતા હોય ત્યારે કોઈ અજાણ્યા કારણસર તેઓ પેડક વાડી વિસ્તારમાં આવેલી મેહુલભાઇની વાડીએ આવેલા કુવામાં પડી જતા ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. જેથી આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તથા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!