અરજદારના નામ સાથે આવેલ કુરિયર માંથી નિકળ્યો બીજાનો પાસપોર્ટ, આવી જ ભુલ વડોદરામાં પણ….
વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે રહેતા એક અરજદારે પાસપોર્ટ માટે અરજી કરી હોય, જેની વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થયા બાદ ગઈકાલે તેમના નામ સાથે ઘરે પાસપોર્ટ કુરિયરમાં આવતા તેમણે કવર ખોલતાં જ તેમાંથી અન્ય વ્યક્તિનો પાસપોર્ટ નિકળતા તેઓ આશ્ચર્યચકિત થયા હતા. આ સાથે જ તેમના નામનો પાસપોર્ટ એક દિવસ અગાઉ વડોદરા અન્ય વ્યક્તિના નામે કુરિયર થયો હોવાનું પણ સામે આવ્યું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા કડીવાર શાહબુદ્દીન હાજીભાઈએ પાસપોર્ટ માટે અરજી કર્યા બાદ ગઇકાલે સાંજે તેમના ઘરે તેમના નામ સાથે પાસપોર્ટ નું કુરિયર આવેલ હોય, જે કુરિયર ખોલતાં જ તેઓ આશ્ચર્યચકિત થયાં હતાં, જેમાં તેમના નામ સાથે આવેલ કુરિયરમાંથી રાજકોટના રહેવાસી ટાંક રૂતુ જીતેન્દ્રભાઈ નામની મહિલાનો પાસપોર્ટ નિકળ્યો હતો. બાબતે અરજદારે તપાસ કરતાં આવો જ બનાવ વડોદરામાં પણ સામે આવ્યો હતો, જ્યાં અન્ય વ્યક્તિના સરનામે શાહબુદ્દીનભાઈનો પાસપોર્ટ પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું, જેમાં તેમણે વડોદરામાં બાબતે પોલીસ ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું...
જેથી પાસપોર્ટ ઓફિસની આવી ગંભીર બેદરકારીને કારણે ઘણાબધા અરજદારો હેરાન થઈ રહ્યા હોય ત્યારે બાબતે તાત્કાલિક પાસપોર્ટ વિભાગ દ્વારા બાબતની તપાસ કરાવી સમસ્યાનો હલ લાવે તેવી અરજદારે માંગ કરી છે. આ સાથે જ શાહબુદ્દીનભાઈએ તેમને મળેલ પાસપોર્ટ વાંકાનેર પોલીસમાં જમા કરાવવાનું જણાવી તેઓ ઉમરાહ માટે જતાં હોય જેથી તાત્કાલિક તેમને તેમનો પોતાનો પાસપોર્ટ મળી રહે તેવી અપેક્ષા ચક્રવાત ન્યુઝ સમક્ષ રજૂ કરી છે…